મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

રાષ્ટ્રવ્યાપી હડતાલ: મોરબીના કાલે હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવાઓ બંધ


SHARE









રાષ્ટ્રવ્યાપી હડતાલ: મોરબીના કાલે હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવાઓ બંધ

મોરબી શહેરમાં આવતીકાલે શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવામા આવશે. કેમ કે, કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારીને હત્યા કરવામાં આવેલ છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવેલ છે તેમાં મોરબીના ડોક્ટરો પણ જોડાવાના છે.

કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવેલ છે. ત્યારે આ હડતાલમાં મોરબી આઇએમએના પ્રમુખ સહિતના તમામ હોદેદારો પણ જોડાયેલ છે અને આ હડતાલને થેલો આપવામાં આવેલ છે. અને આવતીકાલે શનિવારે મોરબી શહેરમાં ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ સવારે છ વાગ્યાથી રવિવારે સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. તેવું મોરબી આઇએમએના પ્રમુખ ડો. નિકુંજભાઈ વડાલીયા અને સેક્રેટરી ડો. વિરલ લહેરુની યાદીમાં જણાવ્યુ છે.




Latest News