મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૯ ઓગસ્ટના રોજ યોજાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૯ ઓગસ્ટના રોજ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-૨૦૨૪ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ’  તા.૨૨ નાં બદલે હવે તા.૨૯/૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

મોરબી જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. આ અરજીના મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. તેવું નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા જણાવાયું છે.






Latest News