મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી


SHARE









મોરબીની નવયુગ બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બી.એડ્. વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વની ઉત્કૃષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બી.એડ્.ના તાલીમાર્થીઓ દ્વારા મોરબી શહેરના લીલાપર રોડ પર સ્થિત યદુનંદન ગૌ સેવા-ટ્રસ્ટ સંચાલિત ગૌ સેવા આશ્રમ તથા માનવ સેવા આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. આ માનવસેવા આશ્રમમાં રહેતા ૧૫૦થી વધુ માનસિક દિવ્યાંગ ભાઈઓને બી.એડ્‌.ના તાલીમાર્થી બહેનો દ્વારા સ્વ - હસ્તે બનાવેલ રાખડીઓ બાંધવામાં આવી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા એકત્ર કરાયેલ ફાળો ગૌ સેવા આશ્રમના લાભાર્થે આપવામાં આવ્યો હતો તથા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા માનવસેવા આશ્રમમાં રહેતા તમામ લોકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આમ, નવયુગ બી.એડ્. કૉલેજ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી યદુનંદન ગૌ સેવા આશ્રમની મુલાકાત તાલીમાર્થીઓ માટે પ્રેરણાદાયી હતી.




Latest News