મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરાયો


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરાયો

મોરબીમાં આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આજે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી શહેરના વિપ્ર પરિવારો જોડાયા હતા અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખો દ્વારા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોશી તથા મહામંત્રી કિરણબેન ઠાકર અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આજે મોરબીમાં આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને 23 કુંડી લઘુરુદ્ર યજ્ઞ માં મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારો જોડાયા હતા અને શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્ર અને રુદ્રયજ્ઞનું ખૂબ મહત્વ હોય છે ત્યારે ભૂદેવ પરિવારોમાં સમૂહ રીતે યજ્ઞમાં જોડાઈ શકે તે માટે સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આચાર્ય પદે વિપુલભાઈ શુક્લ હાજર રહ્યા હતા અને તેમણે મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ કરાવી હતી આ કાર્યને સફળ કરવા માટે તેને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર મોરબી પરશુરામ ધામ મોરબી પરશુરામ યુવક મંડળ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી બ્રહ્મસમાજ યુવક મંડળ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી સહિતનાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.






Latest News