મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઇને સોંપી


SHARE













મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઇને સોંપી

મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનામાં હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે હાઇકોર્ટ દ્વારા આ કેસની તપાસ સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી તો પણ આજની તારીખે હત્યાના આ ચકચારી કેસમાં હત્યા કોણે કરી હતી તેની કોઈ માહિતી સામે આવેલ નથી અને આરોપી પડાયેલ નથી. જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કોઈ નિષ્કર્ષ કેમ આવેલ નથી ? અને આવા ગંભીર બનાવમાં સીઆઇડી કેમ ઉણી ઉતરી ? તે સૌથી મોટો સવાલ છે. જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટેનો હુકમ કરેલ છે.






Latest News