હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર દ્વારા મળતી સુચનાને પૂરો સહકાર આપવા વિનંતી : કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય


SHARE













મોરબીમાં ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર દ્વારા મળતી સુચનાને પૂરો સહકાર આપવા વિનંતી : કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય

વર્ષ 2017 માં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મચ્છુ ડેમ નં. 2 ની જે સ્થિતિ હતી તેથી વધારે પાણી આવી રહ્યું છે.

27 ઓગસ્ટ સવારે 11.30 આ મેસેજ લખાઈ રહ્યો છે ત્યારે મચ્છુ ડેમ 2 ના જુના 18 દરવાજા પૈકી 16 દરવાજા 15 ફૂટ જેટલા અને નવા 12 દરવાજા 7 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઈને 2,63,000  ક્યુસેક આવકની સામે 2,31,000 ક્યુસેક પાણીની જાવક છે ત્યારે

મોરબી શહેરના નીચાણવાળા વિસ્તાર અને મચ્છુ નદીની આસપાસના, મોરબી અને માળીયા તાલુકાના ગામોને સાવચેત રહેવા, સલામત સ્થળે પહોંચી જવા, જ્યાં રહેવા તથા ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં જવા અંગેની તંત્રની સુચનાનું પાલન કરવા, મોરબી માળિયાની પ્રજાને મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિનંતી સાથે અપીલ કરી છે..






Latest News