મોરબીના મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણુક
મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા
SHARE









મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા
મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં આગ લાગતાં ખેડૂતોનો હજારો મણ કપાસનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા બનાવ્યા સહિતના આગેવાનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજારો મણ કપાસ આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને કહેવા પ્રમાણે લગભગ ૧૨,૦૦૦ પણ કરતા વધુનો કપાસનો જથ્થો આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે આ સમાચાર મળતાની સાથે જ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તાત્કાલિક મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ સ્થાનિક અધિકારીઓ અને ખેડૂતો પાસેથી યાર્ડમાં જે નુકસાન થયેલ છે તેની માહિતી મેળવી હતી અને ત્યાર બાદ આગામી સમયમાં ખેડૂતોને તાત્કાલિક અસરથી વળતર મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવેલ છે
