મોરબી એબીવીપી દ્વારા સેવા બસ્તી વિસ્તારમાં રહેતા બાળકો સાથે દિવાળી ઉજવશે
મોરબીના મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણુક
SHARE
મોરબીના મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણુક
ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ તથા ૮ મહાનગરોમાં યુવા ભાજપના પ્રભારીના નામની ઘોષણા કરી છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની નામો જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લામાથી મહાવીરસિંહ જાડેજાની રાજકોટ જીલ્લા યુવા મોરચાના પ્રભારી ની નિમણુક કરવામા આવી છે મોરબીના મહાવીરસિંહ બીકોમ એલએલબીનો અભ્યાસ પુણઁ કરેલ છે જેઓ એબીવીપીના સ્થાયી કાર્યકર્તા છે અને ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી અખિલ ભારતીય વિદ્યાથી પરીષદમા અલગ અલગ જવાબદારીઓ વહન કરી છે અને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, મહેસાણા સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવેલ છે આ તકે તેમના ભાજપ યુવા મોરચા અને એબીવીપીના કાર્યકર્તાઑ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે