મોરબીમાં છ કલાકે યાર્ડમાં લાગેલી આગ કાબુમાં આવી: મોટું નુકશાન
મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા
SHARE
મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા
મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગમાં જે ખેડૂતોનો કપાસ બળેલ છે તેઓને તાત્કાલિક પેમેન્ટ ચુકવવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે
મોરબી માર્કેટિંગ યાર્ડમાં પડેલ કપાસમાં આગ લાગી હતી જેથી કરીને આગમાં ખેડૂતોનો કપાસ બળી ગયો છે જેથી કરીને ખેડૂતોના કપાસનો વીમો તો યાર્ડ દ્વારા લેવામાં આવેલ હશે ? તો તેને વીમાનું વળતર મળશે. પરંતુ આ પૈસા મળતા વાર લાગશે. તો હાલમાં દિવાળી તહેવારમાં પૈસાની જરૂરત હોય તેમજ ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા તેમજ તહેવારમાં પૈસાની જરૂરત હોય તેઓને તાત્કાલિક વીમો ન મળી શકે તે માટે યાર્ડ દ્વારા હાલમાં પેમેન્ટ કરી આપવામાં આવે અને જયારે વીમો આવે ત્યારે તે યાર્ડના ખાતામાં જમા કરવામાં આવે તેવું આયોજન કરી ખેડૂતોને તાત્કાલિક પેમેન્ટ ચુકવવાની માંગ કરેલ છે