મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે સગીરા અને આરોપી બને મેમદાવાદ ખાતે હોવાની મોરબી તાલુકા પોલીસને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જઈને અગાઉ સગીરાને કબજામાં લીધી હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતાને મજૂરી કામ કરતાં પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તેવામાં આરોપી અને સગીરા બંને ખેડા જિલ્લાના મેમદાવાદ ખાતે હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને સ્થળ ઉપરથી સગીરાને કબજામાં લીધી હતી અને આરોપી સુરેશગીરી સુખદેવગીરી ગોસાઈ જાતે બાબાજી (23) રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને જે હાલમાં રિમાન્ડ ઉપર છે અને પોલીસ દ્વારા અપહરણના આ ગુનામાં આરોપી મહેશ ઉર્ફે  રવિ વસંતપુરી ગોસાઈ જાતે બાબાજી (20) અને લાલજી તળશીભાઈ દેગામા જાતે કોળી (24) રહે. ભારતનગર સર્કિટ હાઉસની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે

માર માર્યો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા મનસુખભાઈ મોતીભાઈ ગોસિયા (28) નામના યુવાનને તેના સાળાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News