મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને શીશામાં ઉતારીને ગુજરાત ગેસ કંપનીએ બૂચ માર્યા: નિલેશભાઈ જેતપરીયા


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગકારોને શીશામાં ઉતારીને ગુજરાત ગેસ કંપનીએ બૂચ માર્યા: નિલેશભાઈ જેતપરીયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તે સિવાય કોઈ વિકલ્પ ફ્યુઅલ હાલમાં નથી અને આવા સમયે ગુજરાત ગેસ કંપની પાસેથી ઘણા બધા ઉદ્યોગકારો કરાર કરીને ગેસ મેળવતા હોય છે જોકે ગઈકાલે જ્યારે ગુજરાત ગેસ કંપની સાથે ઉયોગકારો દ્વારા કરાર કરી લેવામાં આવ્યા ત્યાર બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા મોડી રાત્રે તમામ ઉદ્યોગકારોને ઇમેલ મારફતે ગેસના ભાવમાં ૧૧.૬૬ રૂપિયાના ભાવ વધારાની જાણ કરવામાં આવી હતી જે ખરેખર જોવા જઈએ તો ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને શીશામાં ઉતારીને બુચ મારવા જેવી વાત છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવી લાગણી નિલેષભાઈએ વ્યક્ત કરી હતી

મોરબીની આસપાસમાં ૧૯૯૫થી સિરામિક ઉદ્યોગના વિકાસ થયો છે અને ધીમે-ધીમે કરતાં આજે મોરબી આસપાસ લગભગ ૮૦૦ જેટલા ઉદ્યોગો ધમધમી રહ્યા છે અગાઉ આ સિરામિક ઉદ્યોગની અંદર કોલસા આધારી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કેકોલસાને કારણે પ્રદૂષણ થતું હોય હાલમાં કોલસાની ભઠ્ઠી બંધ કરીને નેચરલ ગેસ આધારિત ભઠ્ઠીનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવવામાં આવે છે ત્યારે નેચરલ ગેસ સિવાય કોઈ વિકલ્પ ઈંધણ માટે અહીના ઉદ્યોગકારો પાસે નથી અને ગુજરાત ગેસ કંપની દ્વારા સમયાંતરે ગેસના ભાવમાં તોતિંગ વધારા કરવામાં આવી રહ્યા છે તેના લીધે ઉદ્યોગકારો હેરાન છે

છેલ્લા ઘણા દિવસોથી સિરામિક ઉદ્યોગના આગેવાનો દ્વારા સરકાર અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી જો કે, એક જ ઝાટકે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે મોરબીના સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી વધુમાં નિલેશભાઈએ જણાવ્યુ હતું કેગઈકાલે સાંજ સુધી ગુજરાત ગેસ કંપની પાસેથી કરાર આધારીત ગેસ લેવા માટેનો છેલ્લો સમય હતો અને જયાં સુધી સિરામિક ઉદ્યોગકારો દ્વારા ગેસ લેવા માટે કકરાર રવામાં આવ્યા ન હતા ત્યાં સુધી ગેસ કંપની દ્વારા ગેસના ભાવ વધારા અંગેની કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી જો કે કરાર કરવા માટેનો સમય પૂર્ણ થયા બાદ મોડી રાત્રે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ૧લી નવેમ્બરથી ગુજરાત ગેસના ભાવમાં ૧૧.૬૬ રૂપિયાનો ભાવ વધારો થશે તેવી જાણ કરવામાં આવે છે કે આમ જોવા જઈએ તો ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને શીશામાં ઉતારીને બુચ માર્યા છે

મોરબીના સિરામિક ઉધોગને ટકાવી રાખવા માટે સરકાર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે અને લાલા આંખ કરીને ગેસના ભાવ વધારાની અહીના ઉદ્યોગકારોને ૧૫ થી ૨૦ દિવસ પહેલા જાણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી આ મુદે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને સહકાર આપવામાં આવતો નથી જો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને અગાઉથી ભાવ વધારાની જાણ કરવામાં આવે તો તે પ્રકારે ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈને ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગને ટકાવી શકશે નહીં તો આવી રીતે જો ભાવ વધારા કરવામાં આવશે તો અહીંનો ઉદ્યોગ ગમે ત્યારે બંધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે






Latest News