બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી-માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ ત્યાં આરતીનો લાભ લીધેલ હતી અને ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ રાત્રે ૯ થી 11:૩૦ ચિત્રા ધૂન મંડળ ના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સત્યનારાયણ કથા, ૫૬ ભોગ અન્નકૂટ, ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. ત્યારે ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, કલેક્ટર કિરણ ઝવેરી સહિતના હાજર રહ્યા હતા અને પાચમાં દિવસે સવારે આરતી બાદ બપોરે કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને વિદાઇ આપી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ કોલેજના ટીવાય બીકોમ અને ટીવાય બીબીએના વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News