મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી


SHARE









માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી

માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા યુવાન પાસેથી 846 મણ કપાસ સારો ભાવ આપવાનું કહીને લેવામાં આવ્યો હતો તેના 13,70,520 ખેડૂતને આપવાના હતા જે આપવામાં આવ્યા ન હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ખેતી કામ કરતાં વિજયભાઈ છગનભાઈ ખાંડેખા જાતે બોરીચા (41) એ હાલમાં સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા જાતે પટેલ રહે. નાના મવા રોડ રાજ રેસીડેન્સી રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીના વેવાઈ સામળાભાઇ મારફતે ફરિયાદીનો વિશ્વાસ કેળવીને તેની પાસે રહેલ 846 મણ કપાસ એક મણના 1620 રૂપિયાના ભાવ લેખે ખરીદી કર્યો હતો જેના 13,70,520 આપવાના થતા હતા અને માલ લઈ જઈને માલના સારા ભાવ આપવાનું કહીને કપાસના પૈસા ખેડૂતને આપ્યા નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાજકોટના શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ત્રિલોચનભાઈ બહેરા (46) નામનો યુવાન બાઇક લઈને રફાળેશ્વર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News