મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં એનસ્ટોપેબલ વોરિયર્સ N.G.O. નો શુભારંભ


SHARE

















સરદાર પટેલની જન્મ જ્યંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા.

રક્તદાન કેમ્પમાં રાજકીય, ધાર્મિક હસ્તીઓની ઉપસ્થિતમાં જીવનમાં ખૂબ સંઘર્ષ કરી સ્વબળે આગળ આવેલ માતૃશક્તિનું સન્માન કરાયુ અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું.

મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે ત્યારે વધુ એક બિન સરકારી N.G.O. "અનસ્ટોપેબલ વોરિયર્સ" સંસ્થાનો શુભારંભ એકતા દિવસ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી 31,ઓક્ટોબર 2021 રવિવારના રોજ સવારે 9.00 વાગ્યે ઉમા ટાઉનશીપ રોડ,સરસ્વતી સોસાયટી,મોરબી-૨ ખાતે શુભારંભ કરવામાં આવ્યો .
 આ સંસ્થા "સેવા પરમો ધર્મ, અને વસુધેવ કુટુંબકમ્ ની ઉદાત્ત ભાવના સાથે જરૂરિયાતમંદ સુધી હાથોહાથ લોહી પહોંચાડવા સહાયરૂપ થવું,સંસ્થાનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે,વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા. ગરીબ બાળકોને રાહતદરે સ્ટેશનરી પુરી પાડવી,સાક્ષરતા દર ઉંચો લાવવા પ્રયત્નો કરવા,લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કાર્યો કરવા,સ્ત્રી-સશક્તિકરણને વેગ મળે તે માટે લઘુ ઉદ્યોગ, ભરત ગૂંથણ જેવા વર્ગો ચલાવવા, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે,લોકો સરકારી યોજનાઓને સમજે,લાભ લે એ માટે જાગૃતિ કાર્યક્રમો કરવા, આફતો વખતે લોકોને મદદ પુરી પાડવી આવા હેતુઓ સાથે આ "અનસ્ટોપેબલ વોરિયર્સ" ટ્રષ્ટની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમમાં મોરબીની એવી કેટલીક માતૃશક્તિ છે કે જેમને જીવનમાં ખુબજ સઘર્ષ વેઠી,મુશ્કેલીના સમયમાં આગળ વધીને સમાજમાં મોભાદર સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી ફરઝાનાબેન ખુરેશી જેમને પોતાના પિતાની છત્ર છાયા ખુબજ નાની ઉંમરમાં ગુમાવી હતી છતાં માતાની મદદથી સ્વબળે આગળ આવી બી.કોમ. એમ.કોમ.પી.જી.ડી.સી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઝૂંપડ પટ્ટીના 400 જેટલા બાળકોને અક્ષર જ્ઞાન આપી સામાન્ય શાળામાં પ્રવેશ અપાવેલ છે, કિરણબેન દવે,ભૂમિકાબેન પટેલ,રંજનબેન મકવાણા, દક્ષાબેન કગથરા, શાહેરાબાનું પઠાણ,ધરતીબેન બરાસરા, પીયૂતાબેન પટેલ કે જેઓ જિલ્લા કાઉન્સેલર છે અને જેમને અત્યાર સુધીમાં 1400 જેટલા ઘરેલું હિંસાના કેસો,પતિ પત્નીના કેસો સમજાવટથી સોલ કરેલ છે, ભાવનાબેન સવાડિયા, નિરાલીબેન જાવીય અધિક્ષક વિકાસ વિદ્યાલય,ચારુલબેન રામાનુજ કાઉન્સેલર વિકાસ વિદ્યાલય વગેરે  માતૃશક્તિનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું અને મહા રક્તદાન કેમ્પનું પણ ભવ્ય અને દિવ્ય આયોજન કરેલ હતું,આ શુભારંભ કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારિયા સાંસદ, રાજકોટ મહંત દામજી ભગત નકલંક ધામ બગથળા મહંત પ્રભુ ચરણજી  બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકાર, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી કાંતિલાલ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સંસ્થાના તમામ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી,સંસ્થાના કાર્યકરોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News