મોરબીના જેતપર ખાતે ૧૭ સપ્ટેમ્બરના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
મોરબીના રિલીફનગર ઉપાશ્રય ખાતે અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા હર્ષઉલાસભેર ઉજવણી
SHARE









મોરબીના રિલીફનગર ઉપાશ્રય ખાતે અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા હર્ષઉલાસભેર ઉજવણી
મોરબીમાં અજરામર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રિલીફનગર ઉપાશ્રય સામાંકાઠે સ્થાનકવાસીના પર્તાધીરાજ પર્યુષણ અને જૈન સવંસરી નિમિતે ગત તા. ૮/૯ ને રવિવારનાં રોજ ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીનાં શિષ્ય એવા પૂજ્ય કોમલબાઈ મહાસતીજી અને એકતાબાઈ મહાસતીજીની નિશ્રા અને તેમના સાનિધ્યમાં ઘણા તપસ્વી રત્નોએ અને ઘણા ભાવિક શ્રાવક અને શ્રાવિકાઓએ તપસ્યા આરાધના કરીને તેમના આત્માને શુદ્ધ કરી કર્મની નિર્જરા કરી હતી.
ખૂબ જ હર્ષોલ્લાષથી પર્વધીરાજ પર્યુષણ અને જૈન સવાંસારીની ભાવ વિભોર રીતે ઉજવણી કરવામાં આવી હતી.તપસ્યાના ભાગ રૂપે કુલ ૩૨ જેટલી તપસ્યાઓ થઈ હતી.જેમાં ૨૧ ઉપવાસ કરનાર ૧ વ્યક્તિ, ૧૧ ઉપવાસ કરનાર ૧, ૮ ઉપવાસ કરનાર ૪, ૩ ઉપવાસ કરનાર ૨ અને રજોહરણ તપ કરનાર ૬ અને એકાસણા તપ કરનાર ૮ અને બેસણા તપ કરનાર ૮ એમ કુલ ૩૨ જેટલી તપસ્યાઓ થઈ હતી.સર્વ લોકોએ પોતાની કર્મની નિર્જરા કરીને જાણતા અને અજાણતા કોઈ કર્મ બાંધ્યું હોય અને પાપ કર્યું હોય તો અંતર મનથી સર્વ લોકોને "મિચ્છામી દુક્કડમ" કહીને ક્ષમા યાચના કરી હતી.તેમ અજરામર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓ અને સભ્યોએ યાદીમાં જણાવેલ છે.
