મોરબીમાં નજીવી વાતે નાના ભાઈએ મોટાભાઈ અને ભત્રીજાને છરીના ઘા જીંક્યા: પોતે પણ સારવારમાં
મોરબીમાં ભત્રીજાને ગાળો આપતા કાકાને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
SHARE









મોરબીમાં ભત્રીજાને ગાળો આપતા કાકાને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં ભાઇઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં પિતા-પુત્ર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંનેને સારવારમાં ખસેડાયા છે અને આ હુમલાના બનાવમાં ઇજા પામેલ યુવાનના પત્નીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ભરતભાઈ દિનેશભાઈ ડાભી (43) અને તેમના દીકરા દેવરાજ ભરતભાઇ ડાભી (13) ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી પેટના ભાગે ઈજા પામેલ હાલતમાં ભરતભાઈ ડાભીને તથા તેમના દીકરાને ડાબા પગના સાથળ ભાગે સામાન્ય ઇજા થતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હુમલો કરનાર જગદીશભાઈ દિનેશભાઈ ડાભી (39) રહે. ત્રાજપર ખારી રામકુવા પાસે વાળાને પણ મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.
આ બનાવમાં હાલમાં ઇજા પામેલ ભરતભાઇના પત્ની રંજનબેન ભરતભાઇ ડાભી (40)એ તેના દિયર જગદીશભાઇ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઇ ડાભી સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી તેના દીકરાને ગાળો આપતો હતો જેથી કરીને તેના પતિ તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે તેનો દીકરો પણ તેની સાથે હતો અને તે સમયે પણ આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેના પતિ અને દીકરાને ગાળો આપી હતી અને ત્યાં બાદ છરી વડે હુમલો કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંને ભાઈઓ એક જ ફળિયે રહે છે અને અગાઉ પાણી ભરવા માટે ઘરની મહિલાઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. દરમ્યાન ભરતભાઈ અને તેના દીકરા દેવરાજ ઉપર જગદીશ ડાભીએ છરી વડે હુમલો કરતાં ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને પોલીસે મહિલાની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલવી રહ્યા છે.
