મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)માં સામે થૂકનાર શખ્સને ટોકનાર યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો: ગળા પાછળની ધોરી નસ કાપી નાખી


SHARE













માળિયા (મી)માં સામે થૂકનાર શખ્સને ટોકનાર યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો: ગળા પાછળની ધોરી નસ કાપી નાખી

માળિયા મિયાણાના વાગડિયા જાપા પાસે દુકાને બેઠેલા યુવાન સામે થૂકનારા શખ્સને યુવાને  ટોક્યો હતો જે તેને સારું ન લાગતા તેણે ફોન કરીને અન્ય બે શખ્સોને બોલાવ્યા હતા જેથી તે બે શખ્સ ત્યાં બાઇક લઈને આવી ગયા હતા અને ત્યાર બાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ગળાના પાછળના ભાગે આવેલ ધોરી નશ કાપી નાખી હતી તેમજ ઢિકા પાર્ટીનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામે મદીના મસ્જિદની બાજુમાં રહેતા યુનુસ હબીબભાઈ કાજેડીયા જાતે મિયાણા (19) નામના યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ડાડો જેડા, ડાડો સંધવાણી અને ઇરફાન સંધવાણીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, માળિયાના વાગડિયા ઝાપા પાસે આવેલ સિરાજભાઈ માલાણીની દુકાન પાસે તે બેઠો હતો ત્યારે ડાડો જેડા ત્યાં આવ્યો હતો અને તેણે ફરિયાદી સામે થૂક્યું હતું જેથી કરીને ફરિયાદી યુવાને તેને ટોક્યો હતો જે તેણે સારું નહિ લગતા તેણે ફોન કરીને ડાડો સંધવાણી અને ઇરફાન સંધવાણીને બોલાવતા તે બંને શખ્સો બાઈક ઉપર ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ ઇરફાન સંધવાણીએ તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેના ગળાના પાછળના ભાગે છરીના બે ઘા મારીને ધોરી નસ કાપી નાખી હતી તેમજ ડાડો સંધવાણીએ ભોગ બનેલા યુવાને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News