હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

વિરપુર (જલારામ ધામ) ખાતે યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે


SHARE











વિરપુર (જલારામ ધામ) ખાતે યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે

વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે અને તેઓ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે અને લોહાણા મહાજન સહીતની સંસ્થાઓના હોદેદારો રઘુવંશી મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં જોડાશે તેવું મોરબીના આગેવાનોએ જણાવ્યુ છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરપુર (જલારામ ધામ) ખાતે આગામી તા.૨૯-૯-૨૦૨૪ રવિવારના રોજ સંસ્થાના નવનિર્વાચિત અધ્યક્ષ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત રઘુવંશી સમાજના મહાસંમેલનનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્ર્સ્ટ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીતની લોહાણા સમાજની સંસ્થા દ્વારા આ મહાસંમેલનમાં જોડાવવા સમસ્ત લોહાણા સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી તા.૨૯-૯ રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા મહાસંમેલનમાં જવા પ્રસ્થાન કરવામાં આવશે. શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા મહાસંમેલનમાં જવા માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ થી નામ નોંધાવવું આવશ્યક હોય નામ નોંધાવવા માટે નરેન્દ્રભાઈ રાચ્છ(મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી, ૯૯૨૫૯ ૮૫૩૯૪) તથા કીશોરભાઈ ઘેલાણી (૯૪૨૮૨ ૮૦૧૭૦) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને જે લોકો પર્સનલ કારથી મહાસંમેલનમાં જોડાવવાના હોય તેમણે પ્રતાપભાઈ ચગ (૯૮૨૫૮૨૭૭૭0), પારસભાઈ ચગ (૯૦૩૩૦૦૭૮૯0)તથા સચિનભાઈ કાનાબાર (૯૭૨૬૧૨૨૦૦9)નો સંપર્ક કરવા લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ  યાદીમાં જણાવ્યુ છે. તેમ નિર્મિત કક્કડ (કન્વીનર, લોહાણા મહાજન –મોરબી)એ જણાવ્યુ છે.






Latest News