મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો


SHARE









મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો

મોરબીના રાજપર ગામે રહેતા યુવાન સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેથી કરીને મોરબી મનોજ પનારા સહિતનાઓ તે યુવાનના ઘરે ગયા હતા જો કે, જેની સાથે ઝઘડો થયો હતો તે ત્યાં હાજર ન હતો જેથી ઘરનો દરવાજો ખખડાવવામાં આવતા દરવાજો ખોલ્યો ન હતો ત્યારે દરવાજો તોડીને મનોજ પાનરા સહિત બે શખ્સો ઘરમાં આવ્યા હતા અને એક યુવાનને ઘરની બહાર લઈ જઈને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મનોજ પનારા સહિતના 7 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રાજપર ગામે રહેતા કરણભાઈ ઉર્ફે જતીન દિનેશભાઈ ડાંગર (21)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ પનારા, યોગેશભાઈ તથા અજાણ્યા ચાર થી પાંચ શખ્સો સામે ફરીયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, તેના મોટા બાપુના દિકરા મુકેશભાઈ ડાંગર સાથે મનોજ પનારાને કોઈ બાબતે ઝઘડો થયો હતો જેથી મનોજ પાનરા સહિતના શખ્સો તેના ઘરે આવ્યા હતા ત્યારે ફરિયાદી તેના મોટાબાપુના ઘરે બેઠેલ હતો અને ઘરનો દરવાજો અંદરથી બંધ હતો ત્યારે ઘરની બહાર આવેલા મનોજ પનારા સહિતના શખ્સો ગાળો બોલતા હતા અને ત્યાર બાદ ઘરનો દરવાજો ખટખટવ્યો હતો જોકે, દરવાજો ન ખોલવામાં આવતા દરવાજો તોડીને મનોજ પનારા તથા યોગેશભાઈ ઘરમાં આવ્યા હતા

ત્યાર બાદ ફરીયાદી તથા મોટાબાપુ ઘરમાં બેઠા હતા તેઓને મુકેશ ડાંગર વિષે પુછયુ હતુ અને ગાળો આપી હતી બાદમાં ફરીયાદીનો કાઠલો પકડીને ઘરની બહાર શેરીમા લઇ ગયા હતા અને ત્યાં યોગેશભાઈએ ફરિયાદીને પકડી રાખતા મનોજ પનારાએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેની પાસે રહેલ છરી વડે હાથની હથેળીમાં ઇજા કરી હતી અને ડાબા કાન ઉપર મુક્કો માર્યો હતો તેમજ ટીશર્ટ ફાડી નાખીને છાતીમાં નખોરિયા માર્યા હતા. તેમજ યોગેશભાઈ અને અન્ય 4 થી 5 શખ્સોએ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને શરીરે ઇજાઓ કરી હતી અને આરોપી મનોજએ ફરીયાદીને કહ્યું હતું કે, તારા લબાચા ભરી લેજે અને મુકેશ ડાંગરને પણ કહી દેશે અહીથી જતો રહે નહિતર જાનથી મારી નાખશું” ત્યાર બાદ આરોપીઓ જતાં રહ્યા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને કરેલ ફરીયાદ આધારે પોલીસે મનોજ પનારા સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે, જૂનો ઝઘડો શું હતો તે અંગેની કોઈ માહિતી હજુ સુધી સામે આવેલ નથી.




Latest News