મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત


SHARE









મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત

મોરબીના પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલ સીરામીક કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ત્યાં કામ કરી રહ્યો હતો દરમિયાન ગરમ પાણીની કુંડીમાં તે કોઈ કારણસર પડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યારે મોરબીના ચામુડાનગરમાં રહેતા યુવાનને બીમારી સબબ રાજકોટ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી અને બેલા વચ્ચે અંકિત સિલિકોન સીરામીક ખાતે રહેતો અને મજૂરી કામ કરતો હિવાકર સંતરામ (19) નામનો યુવાન કારખાનામાં ગઈકાલે બપોરના 12:00 વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈક કારણોસર ગરમ પાણીની કુંડીમા તે પડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે જ્યારે મોરબીના ચામુડાનગર વિસ્તારમાં રહેતા કિરણકુમાર ખેંગારભાઈ મકવાણા (32) નામના યુવાનને બીમારી સબબ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા ખેંગારભાઈ મોતીભાઈ મકવાણા (55) રહે. ચામુંડાનગર વાળા એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી હતી




Latest News