મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી


SHARE















વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી

મોરબીમાં ધરાર ડેમમાં કરવામાં આવેલ ગણેશ વિસર્જન બાબતે બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે ત્યારબાદ ડીવાયએસપી અને પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી કરીને ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા બંને આયોજકોને રોકવામાં આવ્યા હતા તેમ છતાં પણ ગણેશોત્સવના આયોજકો દ્વારા ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે અને જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની અમલવારી પોલીસ કરાવી રહી હતી તેમ છતાં પણ ત્યાં ડેમના પાણીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યો જે બાબતે કલેકટરના જાહેરનામાન થયો હોવાથી હાલમાં ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ ફોટો જે તે સમયે વાઈરલ થયા હતા તેને પણ તપાસના કામે કબજે લઈને જરૂર પડશે તો હાલમાં નોંધાયેલ ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો થશે તેમજ વધુ આરોપીઓ બનાવવામાં આવશે.

 

મોરબી શહેર અને જિલ્લામાં ગણેશ વિસર્જન તો શાંતિપૂર્ણ માહોલની વચ્ચે પૂર્ણ થઈ ગયું છે જોકે ગણેશ વિસર્જનના દિવસે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેના થકી સલામત રીતે ગણેશ વિસર્જન કરાવવામાં આવ્યું હતું જો કે, મોરબીની વાત કરીએ તો મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકો દ્વારા તેમની ગણપતિની મૂર્તિનું વિસર્જન મોરબી નજીકના મચ્છુ-3 ડેમ ખાતે કરવામાં આવ્યું હતું અને તેને લઈને રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી ટેલીફોનિક ચર્ચાઓ અને વાટાઘાટ થઈ હતી ત્યારબાદ ધરાર મચ્છુ-3  ડેમના પાણીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું

 

આ બાબતે સિદ્ધિ વિનાય કા રાજાના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ મયુર નગરી કા રાજાના આયોજક વિષ્ણુભાઈ ભોરણીયા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધાયો છે અને ત્યારબાદ આ બંને આયોજકો દ્વારા મોરબીના પોલીસ વિભાગ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જે બાબતે ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર દ્વારા ગણેશ સ્થાપન બાદ ગણેશ વિસર્જન માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને તેમાં સ્પષ્ટપણે કઈ જગ્યાએ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત મોરબી નગરપાલિકા દ્વારા પણ ચોક્કસ જગ્યાએ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

જેમાં આ બંને ગણેશોત્સવના આયોજકો દ્વારા સહકાર આપવામાં આવ્યો ન હતો અને અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યા તેમ છતાં પણ મચ્છુ-3 ડેમ ખાતે તેઓએ તેઓના ગણપતિની મૂર્તિ નું વિસર્જન કર્યું હતું જેથી કરીને તેઓની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના હાલમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે, જે રાત્રે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે બનેલી ઘટનાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હતા તેને કબજામાં લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડશે તો ફરિયાદની અંદર વધુ કલમનો ઉમેરો કરાશે તેમજ વધુ આરોપીઓ બનાવવામાં આવશે.

 

આટલું જ નહીં અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હિન્દુ લાગણીને ઠેસ પહોંચી હોવાની જે વાત કરવામાં આવી રહી છે પરંતુ મોરબી શહેરની અંદર 565 થી વધુ ગણપતિની મૂર્તિનું સલામત રીતે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું છે આટલું જ નહીં વર્ષોથી વાંકાનેરમાં વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને તેમના દ્વારા જે જગ્યા ઉપર વર્ષોથી ગણેશ વિસર્જન કરવામાં આવતું હતું તે જગ્યાના બદલે આ વખતે તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો ત્યાં ધારાસભ્ય પણ સહકાર આપીને ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું પરંતુ મોરબીમાં આ બંને આયોજકો દ્વારા પોલીસ તંત્રને અને વહીવટી તંત્રને સહકાર આપવામાં આવેલ નથી.






Latest News