વાંકાનેરની બજારમાં કોરોના કાળ બાદ લાંબા સમય પછી દિપાવલીની રોનક દેખાઈ
વાંકાનેરના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન મંજુર
SHARE
વાંકાનેરના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન મંજુર
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન માટે સેસન્શ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને મંજુર કરવામાં આવેલ છે
ગત તા.૧૫-૦૮-૨૦૨૧ ના રોજ મોરબી એલ.સી.બી.ને ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજદીપસિંહ પ્રધ્યુંમનસિંહ ઝાલા રહે. ધિયાવાડ, તા.વાંકાનેર, જી.મોરબીવાળાએ ઘીયાવાડ ગામની ખારા તરીકે ઓળખાતી સિમના ખરાબામા પોતે બનાવેલ પોતાના કબ્જા ભોગવટા વાળા વરંડામા ડાંગર ના પરાર નીચે ગે.કા. રીતે ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂનો જથ્થો ગે.કા. વેચાણ કરવાનાં ઇરાદે સંતાડીને રાખેલ છે તેવી બાતમી મળતા બે પંચોનો સાથે રાખી બનાવ વાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાંથી ડાંગરના પરાર નીચેથી પૂઠાના અંગ્રેજી દારૂની ૩૩૬ બોટલો તથા નાઈટ બ્લુ મેટ્રો લીકર બોટલ ૫૮૮ મળી આવી હતી અને ત્યાં આજુ બાજુ તપાસ કરતા મજકુર રાજદીપસિંહ પ્રધ્યુંમનસિંહ ઝાલા હાજર મળી આવેલ નહિ અને પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરેલ હતી
જે તપાસ દરમ્યાન આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાનું નામ ખુલતા તેઓને પોલીસ અટકાયત કરશે અને ખોટી રીતે હાલના ગુન્હામા સંડોવી દેશે તેવી દહેસત હોવાથી બંને આરોપીએ એડવોકેટ શીરાક્મુદીન એમ. શેરસીયા મારફત સેસન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને આગોતરા જામીન અરજીમાં આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાના એડવોકેટ એસ. એમ. શેરસીયાએ ધારદાર દલીલો કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખેલ જેથી સેસન્સ કોર્ટ દ્રારા આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાને ૧૫૦૦૦/- ના જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે આ કામે આરોપીઓ રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયા વતી મુસ્કાન એસોસિએટસના એડવોકેટ શીરાકમુદિન એમ. શેરસીયા(ગઢવાળા), આદિલ એ.માથકિયા, ભરતભાઈ એચ. સંઘવી, ભુપત એસ. લૂંભાણી રોકાયેલ હતા.