મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરો : જયંતિભાઇ પટેલ
વાંકાનેર પાસેથી દારૂનો મોટો જથ્થો હંમેશાં બહારની પોલીસ જ ઝડપે છે ! સ્થાનિક પોલીસ નિંદ્રાધીન ?
SHARE









ગઈકાલે બાઉન્ડ્રી પાસેથી ૪.૫૬ લાખનો શરાબ પણ એલસીબીએ ઝડપયો
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર પંથકમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ યથાવત છે.તેમ છતાં દારૂનો મોટો જથ્થો હંમેશાં બહારની પોલીસ જ ઝડપે છે. જ્યારે સ્થાનિક પોલીસ એકલ દોકલ કેશ કરીને કે નજીવી બોટલોની હેરાફેરી કરતા શખ્શોને ઝડપી લઈ સંતોષ માને છે..!?
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અવાર નવાર લાખોનો અંગ્રેજી શરાબ ઝડપાઈ છે પરંતુ આ મોટો જથ્થો હંમેશા રાજકોટ રેન્જ પોલીસ અથવા તો મોરબી એલસીબીની ટીમનાં હાથે જ ઝડપાય છે. ગઈકાલે જ ૪.૫૬ લાખનો વિદેશી શરાબ પણ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી જ મોરબી એલસીબી ટીમે ઝડપી પાડયો હતો.આ અગાઉ ચંદ્રપુર પાસેથી, સિંધાવદર પાસેથી, રાતી દેવળી પાસેથી પણ શરાબનો મોટો જથ્થો બહારની પોલીસ દ્વારા જ ઝડપાયો છે.જ્યારે સ્થાનિક પોલીસ એક બાટલી, બે બાટલી દારૂ કે ૫-૧૫ બોટલો જ ઝડપી શકે છે ! દારૂ તો ઠીક વાંકાનેર પીઆઈ ઉપર હુમલો કરનાર ૩૩ હુમલાખોરો પૈકી એક સપ્તાહથી વધુ સમય બાદ પણ માત્ર એક જ ઇસમ ઝડપાયો છે..! પોલીસ પર હુમલો કરનારને પણ વાંકાનેર પોલીસ ઝડપી શકતી નથી.?! ત્યારે વાંકાનેર પંથકમાં મોટી માત્રામાં થતી દારૂની હેરફેર વાંકાનેર પોલીસની નજરે કેમ નથી ચડતી તેવા સવાલો પ્રબુધ્ધ લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
