મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિરનું આયોજન
મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરો : જયંતિભાઇ પટેલ
SHARE









મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરો : જયંતિભાઇ પટેલ
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્રારા લોકહીતમાં માંગ કરવામાં આવેલ છે.
કલેકટર સમક્ષ કરાયેલ માંગમાં જણાવવામાં આવેલ છેકે મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જવાનો હાઇવે હાલમાં બહુ જ બિસ્માર હાલતમાં હોવાથી આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચીંગ અને રિસર્ફેસ કરવાવો જરૂરી બન્યુ છે. મોરબી તાલુકાના ગામડાઓમાંથી લેખિત તથા મૌખિક અનેક ફરીયાદો રોડ બાબતે આવે છે.તો દિવાળી અને બેસતા વર્ષ જેલા તહેવારો માથે હોય સમયસર ખખડધજ રોડ-રસ્તાના કામો બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટરને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ જે.પટેલે ખાસ ભલામણ સહ રજૂઆત કરેલ છે.આ લોકોને કનડતા પ્રશ્ન અંગેની રજુઆતને ધ્યાનમાં લઈને એકાદ દિવસની અંદર જ આ રસ્તાઓનું કામ ચાલુ કરવામાં નહિ આવે તો ના છુટકે સ્થાનીકોને સાથે રહીને ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની નોબત આવશે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિભાઇ જે.પટેલે ચીમકી ઉચ્ચારેલ છે.
