મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીએ શસ્ત્રપૂજા, વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન


SHARE













વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીએ શસ્ત્રપૂજા, વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન

વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા 17મો રાસોત્સવ, વિજયાદશમી મહોત્સવ, શસ્ત્ર પુજન, રેલી, વિદ્યાર્થી સન્માન સમારંભ સમુહ પ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોનું સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય કાર્યક્રમોમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર સ્ટેટના મહારાજા અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ડી. ઝાલા, મહારાણી યોગીનીકુમારીબા કે. ઝાલા, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય જામનગર), નરેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયર રાજકોટ) હરદેવસિંહ ટી. જાડેજા (ચેરમેન જમીન વિકાસ બેંક ગોંડલ) કૈલાસબા એચ. ઝાલા (પ્રમુખ તા.પંચાયત વાંકાનેર), કે.જી. ઝાલા (ડીવાયએસપી ગોંડલ), હરદેવસિંહ દિલુભા ઝાલા, સુજાનસિંહ વી. ચુડાસમા, આર.કે. જાડેજા (ક્રાઈમ બ્રાંચ રાજકોટ) વાંકાનેર રાજપૂત સમાજ પ્રમુખ વજુભાઈ સજુભા ઝાલા સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 જેમાં તા.8થી 10 ત્રિદિવસીય રાસોત્સવ અત્રે દિગ્વીજયનગરમાં આવેલ ધોળેશ્ર્વર મહાદેવના પટાંગણ (પેડક) ખાતે યોજાશે તેજ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ, સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 ક્ષત્રિય રાજપુત સમાજનો સૌથી મોટો તહેવાર ગણાતા વિજયાદશમી (દશેરા)ના પાવન દિને નેશનલ હાઈવે ખાતે આવેલ ગરાસીયા બોર્ડીંગ ખાતે સમુહ શસ્ત્ર પુજન યોજાશે ત્યારબાદ બપોરે બે વાગ્યે પરંપરાગત રાજપુત પોશાક, ઘોડેશ્ર્વાર, સાફા-પાઘડી ધારણ કરી સમગ્ર તાલુકાના રાજપુત સમાજના ભાઈઓ- બહેનોની એક ભવ્યતાથી ભવ્ય રેલી ગરાસીયા બોર્ડીંગ ખાતેથી પ્રસ્થાન થઈ જીનપરા, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઈન બજાર, દરબારગઢ રોડ, ચાવડી ચોક, રામ ચોક, પ્રતાપ ચોક, માર્કેટ ચોક, દિવાનપરા ખાતે પહોંચી પૂ.અમરસિંહજી બાપુની પ્રતિમા સમક્ષ વંદન કરી દિગ્વીજયનગર (પેડક) ખાતે કાર્યક્રમ સ્થળે સંપન્ન થશે તેમ રાજપુત સમાજના પમુખ વજુભા સજુભા ઝાલાની યાદીમાં જણાવેલ છે.

 






Latest News