મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને માર મારનાર બે આરોપીની ધરપકડ
વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહન ચાલકને આધેડને ચગદી નાખતા ઘટના સ્થળે જ મોત
SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહન ચાલકને આધેડને ચગદી નાખતા ઘટના સ્થળે જ મોત
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતાં અજાણ્યા વાહને અજાણ્યા ૫૦ વર્ષના પુરુષને હડફેટે લીધો હતો જેથી કરીને તેનું માથું અને હાથ-પગના ચગડાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રીથી આગળના ભાગમાં માલકીયા હોટલ પાસેથી અજાણ્યો ૫૦ વર્ષનો પુરુષ પસાર થતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધો હતો જેથી કરીને તેનું માથું અને હાથ-પગ ચગડાઈ જવાના કારણે આ અજાણ્યા પુરૂષનો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ આ અજાણ્યા પુરૂષના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ અકસ્માતના બનાવમાં પોલીસે મનસુખભાઈ પોલાભાઈ બેડવા (૪૯) રહે, ઠિકરીયાળાવાળાની ફરિયાદ લઈને આગળ કાર્યવાહી હાથ ધરેલ છે
