મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો


SHARE













હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો

હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની અંદર ઝંપલાવીને ખેડૂતોએ ગઇકાલે આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક ખેડૂતના દિકરાએ ત્રણ વ્યાજખોરોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકા નવા વેગડવાવ ગામે રહેતા પ્રકાશભાઈ મનજીભાઈ સોનગરા જાતે દલવાડી (ઉમર ૩૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી રહે. લીલપર તાલુકો હળવદ, રાયમલભાઈ ભગવાનજીભાઈ કોળી રહેજુના વેગડવાવ અને નારાયણભાઈ કુબેરભાઈ દલવાડી રહે, લીલાપર તાલુકો હળવદ વાળાની સામે પોતાના પિતાને મારવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતાને જેરામભાઈ અને રાયમલભાઈએ નારણભાઈ કુબેરભાઈ દલવાડી પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા અને આ રૂપિયાની તેઓ દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેઓના પિતાને ધાકધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેના પિતા પાસે મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તેઓએ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને હાલમાં પ્રકાશભાઈની ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે




Latest News