મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો
મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને માર મારનાર બે આરોપીની ધરપકડ
SHARE







મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને માર મારનાર બે આરોપીની ધરપકડ
મોરબીના જેતપર ગામે વીજ કનેકશનના બાકી બિલની રકમ વસૂલ કરવા માટે વીજ કર્મચારી વાડીએ ગયો હતો ત્યારે વાડીએ બે શખ્સોએ વીજ બિલના બાકી રૂપિયા નહિ આપીને વીજ કર્મચારીની કાયદેસરની ફરજ મા રૂકાવટ કરી હતી અને તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હતો જેથી વીજ કર્મચારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં સરકારી કર્મચારીને માર મરનારા બે આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ત્રિકોણ નગરમાં રહેતા અને વીજ કંપનીમાં કામ કરતાં જગજીવનભાઈ બચુભાઈ મેરજા (ઉમર ૩૮) પોતાની ફરજના ભાગરૂપે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ જ્યોત્સનાબેન હેમંતભાઈ ભડજાની વાડીએ બીલના બાકી રૂપિયાની વસુલાતની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે વીજળી બીલના બાકી નીકળતા પૈસા ન આપીને તેમની ફરજમાં મહેશભાઈ હેમંતભાઈ ભાડજા અને અમિતભાઈ રહે. બંને જેતપર વાળાએ ફરજમાં રૂકાવટ કરી હતી અને બાદમાં વીજ કર્મચારીની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી વિજ કર્મચારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહેશભાઈ હેમંતભાઈ ભાડજા (૪૦) અને અમિત રામજીભાઇ ભાડજા (૩૧) રહે, બંને જેતપર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
