મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેસ (મીડીયા)ના વેંચાતા આઇ કાર્ડ લેનારાઓને તાત્કાલિક બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા તાકીદ


SHARE













મોરબીમાં પ્રેસ (મીડીયા)ના વેંચાતા આઇ કાર્ડ લેનારાઓને તાત્કાલિક બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા તાકીદ

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ત્રણ સગા પત્રકાર ભાઈનોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી તપાસ પોલીસ કરી રહી છે ત્યારે જેની સામે ગુનો નોધાયેલ છે તે પત્રકારો દ્વારા મોરબીમાં ઘણા બધા લોકોને રૂપિયા લઈને પ્રેસના કાર્ડ આપેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી બી ડિવિઝન પોલીસે એક અકબરી યાદી આપેલ છે અને આ ત્રણ પત્રકાર દ્વારા જે લોકોને પ્રેસ કાર્ડ રૂપિયા લઈને આપવામાં આવેલ છે તે લોકો તાત્કાલિક મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવી તાકીદ કરેલ છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં એક પ્રેસ યાદી આપવામાં આવેલ છે કે, જેમાં જણાવ્યુ છે કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમા બી.એન.એસ. કલમ- ૩૦૮(૨), ૩૫૨, ૫૪ મુજબ તા. ૯/૧૦/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણ પત્રકારના નામ છે અને તેમાં જયદેવ બુધ્ધભટ્ટી (દિવ્યકાંતી ન્યુજ એજન્સીના પત્રકાર), મયુર બુધ્ધભટ્ટી (દિવ્યકાંતી ન્યુજ એજન્સીના પત્રકાર) તેમજ રાધેશ બુધ્ધભટ્ટી (દિવ્ય દ્રસ્ટી મીડીયા ગૃપ/ ધ પ્રેસ ઓફ ઇન્ડીયાના પત્રકાર) નો સમાવેશ થાય છે અને જે ગુનો નોંધાયેલ છે તેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તેને આરોપીએ અગાઉ પ્રેસનુ આઇ કાર્ડ રૂપિયા લઈને કાઢી આપેલ હતું અને તે કાર્ડ રીન્યુ કરવા માટે અવાર નવાર કહ્યું હતું જો કે, ફરીયાદિએ આઇ કાર્ડ રીન્યુ કરાવેલ ન હતું જેથી ફરીયાદિના પેટ્રોલ પંપ ઉપર જઇને ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરીને મોબાઇલ ફોનમા વિડીયો બનાવેલ હતો અને પોતે પ્રેસમા હોવાનુ કહીને આગળ કોઇ કાર્યવાહી નહી કરવા અને સમાધાન કરી લેવા ફરીયાદિના પીતા પાસેથી રૂપીયા ૫૦,૦૦૦ ની માંગણી કરી હતી.

જે ગુનાની તપાસ દરમ્યાન પોલીસને ધ્યાને આવેલ છે કે, આરોપીઓ પોતે પ્રેસમા હોય તેનો ખોટો લાભ લઇ પોતાના અંગત ફાયદા સારૂ પોતાના પ્રેસનુ આઇ કાર્ડ અલગ અલગ જગ્યાએ ચાલશે જેવા કે ટોલટેક્ષ ઉપર અથવા કોઇ એવી જગ્યા જયા કોઇને જવાની મનાઇ હોય તેવી જગ્યાએ કાર્ડ બતાવી દેવાનુ તેવુ કહી અલગ અલગ લોકો પાસેથી પૈસા લઇ પોતાના પ્રેસના આઇકાર્ડ કાઢી આપીને લોકો પાસેથી પૈસા લીધેલ છે. જેથી કરીને આ પત્રકારોનો કોઇ ભોગ બનેલ હોય કે કોઇએ આવા પૈસા આપીને પ્રેસના આઇ કાર્ડ લીધેલ હોય કે રીન્યુ કરાવેલ હોય તેવા લોકોએ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે અખબારી યાદીમાં અધિકારી જણાવેલ છે. અને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન મોબાઈલ નં. ૭૮૭૮૬ ૫૪૩૪૩ અને ૯૯૦૯૦ ૦૧૧૦૨ ઉપર પણ સંપર્ક કરવા માટે કહ્યું છે.






Latest News