મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોય તેના પિતાને માર મરનારા કૌટુંબિક ભાઈ સહિત બે ની ધરપકડ 


SHARE













મોરબીમાં દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોય તેના પિતાને માર મરનારા કૌટુંબિક ભાઈ સહિત બે ની ધરપકડ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા આધેડની દીકરીએ પ્રેમ લગ્ન કરેલા હોવાથી તેની પાડોશમાં રહેતા તેના કૌટુંબિક ભાઈ અને ભાભી સહિતનાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં ધોકા વડે માથામાં અને શરીરે માર માર્યો હતો જેથી કરીને તેને મહિલા સહિત ત્રણની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં નિશાળની સામે રહેતા મોહનભાઇ હીરાભાઇ ચાવડા (૫૨) એ હાલમાં ભલાભાઇ બચુભાઇ ચાવડારેખાબેન ભલાભાઇ ચાવડા અને હમીરભાઇ બચુભાઇ ચાવડા રહે. માળીયા વનાળીયા સોસાયટી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તમામ આરોપીઓએ તેઓની દિકરીએ પ્રેમલગ્ન કરેલ છે જેથી બોલાચાલી કરીને બેફામ ગાળો બોલીને માર માર્યો હતો જેમાં ભલાભાઇ બચુભાઇ ચાવડાએ લાકડી વડે તથા રેખાબેન ભલાભાઇ ચાવડા અને હમીરભાઇ બચુભાઇ ચાવડાએ ઢીકાપાટુનો મારમારતા ફરીને માથામા ટાંકો, નાકે તથા શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ તેઓએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને હાલમાં આ ગુનામાં ભલાભાઇ બચુભાઇ ચાવડા અને હમીરભાઇ બચુભાઇ ચાવડા રહે. માળીયા વનાળીયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરી હતી 




Latest News