મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ડમ્પર ચાલકે રોંગ સાઇડમાં ચલાવીને ટ્રેકટરને હડફેટે લેતા તરૂણનું મોત, ૧૦ ને ઇજા


SHARE













મોરબીના નવલખી રોડે ડમ્પર ચાલકે રોંગ સાઇડમાં ચલાવીને ટ્રેકટરને હડફેટે લેતા તરૂણનું મોત, ૧૦ ને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિરથી આગળના ભાગે રોંગ સાઇડમાં પુરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટ્રેકટરને હડફેટે લીધુ હતુ.જેમા ખેતરમાં કપાસ વીણવાનું કામ કરીને પરત જતાં મજૂરો જે ટ્રેક્ટરમાં બેઠા હતા તે રોડ સાઇડમાં પલ્ટી મારી જતાં ટ્રેક્ટરમાં બેઠેલા મહિલાઓ સહીત ૧૦ થી વધુને લોકોને નાના મોટી ઈજા થઈ હોવથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સીરવારમાં લઇ જવાયા હતા જે પૈકી એક સોળ વર્ષીય બાળકનું મોત નિપજેલ છે.

ઉપરોકત અકસ્માતના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ ખેતરમાંથી કપાસ વીણવાનું કામ પૂરું કરીને મજૂરો ટ્રેકટરમાં બેસીને ઘરે જતાં હતા ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રોકડિયા હનુમાન મંદિરથી આગળના ભાગમાં મજૂરો અને તેના પરિવારજનો જેમાં બેઠા હતા તે ટ્રેકટરને રોંગ સાઇડમાં પુરપાટ માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૬૨૨ ના ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો.જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલા મજૂરોને ઇજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે મોરબીની સિવિલ અને આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં વિજય મનસુખ કંઝારીયા (૧૬), મનસુખ પરબત કંઝારીયા (૪૪), તેજલબેન મહેશભાઈ ઉપસરીયા, નીલેશભાઈ દિનેશભાઈ ઉપસરીયા, અલ્પેશ દેવજીભાઈ પરમાર, રીન્કુબેન દિનેશભાઈ ઉપસરીયા, મીનાબેન દિનેશભાઈ ઉપસરીયા,  ભગવતીબેન ચુનીલાલ ઉપસરીયા, શિલ્પા જીવરાજ અગેચણીયા, લાભુ સાદુરભાઈ અગેચણીયા (૫૦) અને પૂજા રસિકભાઈ ઉપસરીયા સહિતના ૧૦ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં વિજય મનસુખભાઈ કણજારીયા નામના ૧૬ વર્ષના તરૂણનું હાથે-પગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે મૃતકના પિતા મનસુખભાઈ પરબતભાઈ કણજારીયા (૪૪) રહે.કૈલાસપાર્ક સોસાયટી, ભગવતી હોલ પાછળ કંડલા બાયપાસ મોરબી વાળાએ અકસ્માત સર્જનાર ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૬૨૨ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે રોંગ સાઇડમાં પૂરઝડપે આવીને ટ્રેક્ટરને ટ્રોલી સહીત હડફેટે લેવામાં આવ્યું હતું.જેથી કરીને તેમને, તેમના પત્નીને તેમજ તેમના ભત્રીજા રમેશને તથા અન્ય મજૂરોને નાની-મોટી ઇજા થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હતા અને તેઓના નાના પુત્ર વિજય મનસુખભાઈ કણજારિયા (૧૬) ને હાથે-પગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજ્યું હતું.તાલુકા પોલીસ મથકે બનાવ અંગે ગુનો દાખલ થતાં હાલમાં પીએસઆઇ વી.બી.પીઠીયાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News