મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મારામારીનો બનાવ હત્યામાં પલટાયો: માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં કરાયેલ હુમલામાં ઇજા પામેલ જમાઈનું મોત, સસરા સારવારમાં


SHARE













મારામારીનો બનાવ હત્યામાં પલટાયો: માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં કરાયેલ હુમલામાં ઇજા પામેલ જમાઈનું મોત, સસરા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હતું તે બાબતનું મનદુઃખ રાખીને જમાઈ અને સસરાને ચાર શખ્સો દ્વારા પાઇપધોકા અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. તેવામાં રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નીપજયું છે જેથી બનાવ હત્યામાં પલટાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા નિર્મળાબેન ચંદુભાઈ મકવાણા (40)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ અવચરભાઈ ઇન્દરિયાઅરૂણ અવચરભાઈ ઇન્દરિયાવિજય અવચરભાઈ ઇન્દરિયા અને અશોક અવસરભાઈ ઇન્દરિયા રહે બધા વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેતેઓના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હોય તે બાબતનું મન દુઃખ રાખીને સુરેશએ ફરિયાદીના પતિને માથામાં લોખંડનો પાઇપ મારીને ફૂટ જેવી ઇજા કરી હતી અને અરુણએ તેના હાથમાં રહેલ લાકડીના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો. તેમજ અશોકએ પણ લાકડી વડે આડેધડ શરીર ઉપર ફરિયાદીના પતિને માર માર્યો હતો

દરમિયાન ફરિયાદીના પિતા મહાદેવભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા અને તે ફરિયાદીના પતિને બચાવવા જતા તેને વિજયએ હાથમાં રહેલ લાકડી વડે મહાદેવભાઈને કપાળના ભાગે માર માર્યો હતો ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા જમાઈ અને સસરાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં  રાજકોટ ખાતે સારવાર દરમ્યાન યુવાનું ચંદુભાઈ છગનભાઇ મકવાણાનું મોત નીપજયું છે જેથી કરીને મારા મરીનો બનાવ હત્યામાં પલટયો છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News