મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ


SHARE





























માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અગાઉ નોંધાયેલ ફરિયાદમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી તે બનાવ હત્યામાં પલટાયો છે જ્યારે સામાપક્ષેથી પણ મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે મૃતક સહિત બે વ્યક્તિની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા અરુણભાઈ અવચરભાઈ ઇન્દરિયા (22) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદુભાઈ છગનભાઈ મકવાણા અને મહાદેવભાઇ મોહનભાઈ રાઠોડ રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના ઘરની બહાર શેરીમાં પાણી નીકળતું હતું જે બાબતે આરોપીઓને કહેતા તે તેને સારું લાગ્યું ન હતું અને ચંદુભાઈ મકવાણાએ લાકડી વડે સાહેદ સુરેશભાઈને માથાના ભાગે માર મારીને ફૂટ જેવી ઇજા કરી હતી તથા મહાદેવભાઇ રાઠોડે લાકડી વડે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીઓમાં તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખીએ છે કે હાલમાં જે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના ચંદુભાઈ છગનભાઈ મકવાણાનું ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને ચંદુભાઈના પત્નીએ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News