મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી: સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના ગુનામાં મોટી બહેનના બે દિયરની ધરપકડ


SHARE















મોરબી: સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના ગુનામાં મોટી બહેનના બે દિયરની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા દ્વારા સામૂહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરાને ધમકી આપવામાં આવી હતી જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા જે બંને મૂળ એમપીના રહેવાસી છે તે બંને શખ્સ દ્વારા સામુહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરાને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરને આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી કેલનસિંહ બલરામ આહિરવાર (20) અને મનીષસિંહ બલરામ આહિરવાર (22) રહે. બંને હાલ મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News