મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જનકનગરમાં સામું જોવા બાબતે બોલાચાલી કરીને છરી-ધોકા વડે હુમલો: સામસામી ફરિયાદ


SHARE









મોરબીના જનકનગરમાં સામું જોવા બાબતે બોલાચાલી કરીને છરી-ધોકા વડે હુમલો: સામસામી ફરિયાદ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટીમાં સામું જોવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલા મહિલા સહિતના કુલ પાંચ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગરમાં રહેતા ઈકબાલભાઈ કરીમભાઈ વડાવરીયા (28) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુબેર ઉર્ફે બબૂડો, અકરમ શામદાર, કિશન ઉર્ફે કે.કે.સીલવા, વિશાલ કોળી અને સિકંદર મિયાણા રહે બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાવડી રોડ ઉપર જનકનગર સોસાયટી પાસે ફરિયાદીને જુબેર ઉર્ફે બબુડો એ સામું કેમ જોવે છે ? અમે અહી રહેવા આવેલ હોય જેથી તું આ શેરીમાંથી જતો રહે જે તેમ કહીને જુબેર અને અકરમે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓ ત્યાં લાકડાના ધોકા લઈને આવેલા હતા અને ફરિયાદી યુવાનને ધોકા વડે માર માર્યો હતો તેમજ મુસ્તાક સોલંકી અને ફરિયાદીના પત્ની હીનાબેન વચ્ચે પડતા તેઓને પણ જુબેરે પોતાની પાસે રહેલ છરી કાઢીને મુસ્તાકને હાથની ત્રીજી આંગળીમાં ઈજા કરી હતી તથા ફરિયાદીના પત્ની હીનાબેન સાથે ઝપાઝપીમાં કરીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિત ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જ્યારે આ બનાવમાં સામાપક્ષેથી જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક (25)એ ઈકબાલ ઉર્ફે ઝીણી કરીમભાઈ વડાવરીયા રહે. જનક નગર મોરબી, મુસ્તાક સોલંકી રહે. મોરબી અને ઇરફાન ઘાંચી રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તે અને અકરમ શામદાર બંને જતા હતા ત્યારે ઈકબાલ વડાવરીયાએ ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડી હતી અને ત્યારે આરોપીએ ઉસકેરાઈ જઈને છરી કાઢી ફરિયાદીને મારવા જતા ફરિયાદીએ પકડી લેતા ડાબા હાથના અંગૂઠામાં છરી વડે ઇજા કરી હતી અને અન્ય બે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News