મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ધ્રાંગધ્રાના કુડા પાસે 17 દિવસ પહેલા કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની લાશ હળવદના માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાંથી મળી


SHARE













ધ્રાંગધ્રાના કુડા પાસે 17 દિવસ પહેલા કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની લાશ હળવદના માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાંથી મળી

હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં નર્મદાની કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા મુકેશભાઈ ગોરધનભાઈ સજાણી (32) નામનો યુવાન આશરે 17 દિવસ પહેલા કુડા જસમતપર ગામની વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીમાં કોઈપણ કારણોસર તણાઈ ગયો હતો અને તે યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અશોકભાઈ ગોરધનભાઈ સજાણી (27) રહે. રાજપર તાલુકો ધાંગધ્રા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News