મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં માર્ચ-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા. ૨૬મીએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં હિસાબ માટે બોલાવીને પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો


SHARE













મોરબીમાં હિસાબ માટે બોલાવીને પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા શનાળા ગામની પાસે ગોકુલનગર વિસ્તારમાં દશામાતાના મંદિર પાસે રહેતા અને સેન્ટીંગનું કામકાજ કરતા પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી કરીને પિતા-પુત્રને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.બાદમાં તેઓએ ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં દશામાતાના મંદિર પાસે રહેતા અને સેન્ટીંગનું બાંધકામ મટીરીયલ ભાડે આપવાનું તથા તેને લગતું કામકાજ કરતા ધરમશીભાઈ મોહનભાઈ જાંબુકિયા સતવારા (૫૨) અને તેમના પુત્ર રાજુ ધરમસીભાઇ જાંબુકિયા (ઉમર ૩૦) ઉપર ચાર લોકો દ્વારા ગોકુલનગર વિસ્તારમાં દશામાતાના મંદિર નજીક ધોકા તથા પાઇપ વડે હુમલો કરવામાં આવેલ હોય બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવારમાં ખસેડાતા હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના એમ.એચ.વાસાણી તપાસ માટે દોડી આવ્યા હતા.તેઓએ ભોગ બનનાર ધરમશીભાઈનું નિવેદન લીધું હતું.

બાદમાં ધરમશીભાઈ મોહનભાઈ જાંબુકિયા સતવારા (૫૨) ધંધો સેન્ટીંગ કામ રહે.ગોકુલનગર દશામાતાના મંદિર પાસે કંડલા બાયપાસ શનાળા મોરબી એ સામાવાળા મનસુખ દેવકરણ સતવારા રહે.લાયન્સનગર, ટારઝન સતવારા, નરસી સતવારા અને દેવકણ સતવારા રહે.બધા મોરબી વાળાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગઈકાલ તા.૧૩ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં દશામાતાના મંદિર પાસે તેઓએ સામેવાળા મનસુખ દેવકરણ સતવારાને બોલાવ્યો હતો.કારણકે તેઓ સેન્ટીંગનો સામાન ભાડે આપવાનું કામકાજ કરતા હોય અને તેઓએ મનસુખભાઈ સતવારાને સેન્ટીંગનો સામાન ભાડે આપ્યો હતો.તેનો હિસાબ કરવા માટે તેઓએ મનસુખભાઈને તેમના ઘર નજીક દશામાતાના મંદિર પાસે બોલાવ્યા હતા.ત્યારે મનસુખભાઈ દ્વારા ગાળાગાળી કરી જપાજપી કરવામાં આવી હતી અને બાદમાં ઉપરોક્ત ચારેય ઇસમોએ એકસંપ કરીને ફરિયાદી ધરમશીભાઈ અને તેના પુત્ર રાજુ ધરમશીભાઈને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જે બનાવ સંદર્ભે હાલ ધરમશીભાઈએ ફરિયાદ નોંધાવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી ખાતે રહેતો હિતેશભાઈ પ્રાગજીભાઈ સોરીયા નામનો ૩૬ વર્ષનો યુવાન બાઇક લઈને શનાળા રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં સુપર માર્કેટ પાસે વાહન અકસ્માતનો બનાવ બનતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના શનાળા ગામે મેલડી માતાના મંદિર પાસે બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અથડામણના બનાવમાં મોરબી ખાતે રહેતા દર્શન અશોકભાઈ વાઘડિયા નામના ૨૩ વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.આ બંને બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ મોરબીના જેતપર ગામે પીએચસી નજીક પણ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મોટર સાયકલની પાછળ બેસીને જતા સમયે બાઇકના પાછળના ભાગેથી અકસ્માતે પડી જવાથી હેમીબેન જગદીશભાઈ મકવાણા (ઉમર ૫૩) રહે.હળવદને ઈજાઓ થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News