મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા મોરબી તાલુકાના સરપંચ-તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ


SHARE













સ્વચ્છતા પ્રણાલીને પ્રોત્સાહિત કરવા મોરબી તાલુકાના સરપંચ-તલાટી મંત્રીઓને તાલીમ અપાઈ

મોરબીમાં SIRD - અમદાવાદ અને મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને તલાટી મંત્રીઓને સ્વચ્છ ભારત મિશન ના વિવિધ ઘટકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં SIRDના નિષ્ણાંત ખેંગારભાઈ વોરા અને જીજ્ઞાબેન ડાભી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી, ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાંના વ્યાપની ગતિમાં વધારો કરી નિર્મળ ભારત અભિયાનનો ઉદેશ્ય પૂર્ણ કરવો, લોકોને જાગૃતિ અભિયાન અને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવા, ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડી અને શાળાઓમાં યોગ્ય સ્વચ્છતાં પ્રણાલી પૂરી પાડવી, સલામત અને ટકાઉ સ્વચ્છતાં માટે ઓછી ખર્ચાળ અને યોગ્ય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું, ઘન અને પ્રવાહી કચરાના નિકાલ પર આધારિત વ્યવસ્થા ઊભી કરી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાં જાળવવી સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News