મોરબીનાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાએ ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ
Breaking news
Morbi Today

મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગચાળા અટકાયતી-મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ


SHARE











મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા રોગચાળા અટકાયતી-મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિ તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત સીઝન દરમિયાન મેલેરિયા તથા સીઝનલ બીમારીઓની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ નગરપાલીકા વિસ્તારમાં ટી.સી.એલ.પાઉડર, જંતુ નાશક દવાઓ, મેલેરીયલ ઓઇલ, ફીનાઇલ, ટેબલેટ વગેરેના સ્ટોક પોઝીશન અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. અને હોટલ, લોજ, તથા ખાણીપીણીના અન્ય સ્થળોની, બરફની બનાવટોના કારખાનાઓની તપાસ તથા જનરલ સેનીટેશનના ધોરણો જાળવવા, પીવાના પાણીનું ક્લોરિન ટેસ્ટ તથા બેક્ટેરિયોલોજીકલ તપાસ કરી તપાસના રિપોર્ટ પરથી યોગ્ય કામગીરી, પાઇપલાઇન લીકેજ શોધખોળ અને રીપેરીંગની કામગીરી, પીવાના પાણીનું નિયમિત રીતે ક્લોરીનેશન, પાણીજન્ય અને ખોરાક જન્ય રોગચાળા માટે ઘનિષ્ઠ સર્વેલન્સ સહિતના મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.






Latest News