મોરબીના નાની વાવડીમાં તસ્કરોના ધામા ઘરમાથી ૫૦ હજારના મુદામાલની ચોરી
મોરબી જિલ્લાના અજીતગઢ ગામના ખેડૂતનો દિકાઓ મિતુલ લોરીયા બન્યો પીઆઇ
SHARE
મોરબી જિલ્લાના અજીતગઢ ગામના ખેડૂતનો દિકાઓ મિતુલ લોરીયા બન્યો પીઆઇ
મોરબી જીલ્લામાં હળવદ તાલુકાના અજીતગઢ ગામનો પાટીદાર યુવાન લોરીયા મિતુલ ચમનભાઈ યુવક જી.પી.એસ.સી. ક્લાસ -૨ પરીક્ષા પાસ કરીને પીઆઇ બનેલ છે ત્યારે પરિવારજનો, ગ્રામજનો સહિતનાએ તેને અભિનંદન પાઠવ્યા છે
હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા લોરીયા ચમનભાઈનો દીકરો જી.પી.એસ.સી. ક્લાસ-૨ ની પરીક્ષામાં પાસ થયો હતો અને વાઇટિંગમાં પહેલું જ નામ તેનું હોય ગઇકાલે વાઇટિંગ ખૂલતાની સાથે જ તેની પસંદગી પીઆઇ તરીકે થયેલ છે ત્યારે લોરીયા ચમનભાઈ ચતુરભાઈ અને લોરીયા ભગવતીબેન ચમનભાઈના દીકરા લોરીયા મિતુલભાઈ ચમનભાઈ ઉપર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે અને મિતુલે બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કર્યો હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યુ છે