મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદમાં પત્નીને મારવા મજબૂર કરવાના કેસમાં પતિના શરતી જામીન મંજૂર


SHARE













હળવદમાં પત્નીને મારવા મજબૂર કરવાના કેસમાં પતિના શરતી જામીન મંજૂર

હળવદમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના મુખ્ય આરોપી મરણ જનારના પતી મનોજભાઈ વાલજીભાઈ પરમારના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને મોરબીની પ્રિન્સીપાલ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાંથી આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે.

હળવદ પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આ કામના ફરીયાદીની દીકરીને આરોપીઓએ મરણજનારને ચારીત્રય બાબતે ખોટા શક વહેમ રાખી મેણા ટોણા મારી અસહય ખોટી ચડામણી કરી આ કામના અન્ય આરોપીઓ દ્વારા મારજુડ કરી આરોપીઓએ ફરીયાદીની દીકરી મરણજનારને માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં ફરીયાદીની દીકરીએ નર્મદા કેનાલમાં પડીને આપઘાત કર્યો હતો. જે ફરીયાદના આધારે હળવદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી. જેમાં આ કામના મુખ્ય આરોપી મનોજભાઈ વાલજીભાઈ પરમારએ જામીન મેળવવા માટે મોરબીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફત કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. અને વકીલે કરેલ દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને વકીલ દીલીપ આર. અગેચાણીયાની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપ આર. અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.






Latest News