મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત મોરબીના નાગડાવાસ ગામે વાડીની બાજુમાં આવેલ તલાવડામાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે વિમોચન કરાયું મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની લાભ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચારની ધરપકડ


SHARE











મોરબીની લાભ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચારની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લાભ સોસાયટીમાં જાહેરમાં શેરીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુગાર રમી રહેલા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા 11,200 ની રોકડ સાથે તેની પકડીને કાર્યવાહી કરી હતી.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાવડી રોડ ઉપર આવેલ લાભ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયંતિ સવજીભાઈ કાવઠીયા (50) રહે. મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે સામાકાંઠે મોરબી, જગદીશ અણદાભાઈ આલ (25) રહે. ગાયત્રીનગર વાવડી રોડ, હુસેન ગફારભાઈ માલાણી (30) રહે. વાડી વિસ્તાર વાવડી રોડ મોરબી અને ગુલજલ ઉર્ફે ગુલો સુમારભાઈ જેડા (39) રહે. લાભ સોસાયટી વાવડી રોડ વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવેલ હતા જેથી પોલીસે રોકડા રૂપિયા 11,200 સાથે તેની અટકાયત કરવામાં આવી હતી અને ચારેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ધનજીભાઈ સોલંકી (53) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેઓને મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી તેમજ મોરબીના સનાળા ગામે રહેતા ખીમજીભાઇ ભલાભાઇ સોલંકી (55) નામના આધેડે માનસિક ટેન્શનના લીધે ફિનાઈલ પી લીધી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝનને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાન નજીક રહેતા બળદેવભાઈ અનંતભાઈ લખતરિયા (25) નામનો યુવાન લીલાપર રોડ ઉપર હતો ત્યારે સ્મશાન નજીક બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને ઇજા થયેલ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. ટંકારાના નેસડા ગામે રહેતા હસમુખભાઈ ભીખાભાઈ ફેફર (51) નામના આધેડ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં બાઈકમાંથી નીચે પડી હતા તેને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા






Latest News