મોરબી જિલ્લાના કથળી ગયેલ કાયદો વ્યવસ્થા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ ગૃહમંત્રીને કરી રજૂઆત
હળવદના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
હળવદના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
હળવદ તાલુકાના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયાનો મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી ર્નિદોષ છુટકારો થયેલ છે.
આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામનો આરોપી દશરથ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયાની ધરપકડ કરી હતી અને તે કેસમાં આરોપી વતી મોરબીના વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા દ્વારા અરજી મૂકવામાં આવી હતી અને તેની દલીલમાં ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગ બનનારના માતા-પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જેથી તમામ દલીલના અંતે પોકસો કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.