મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ


SHARE









મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીના ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત માટે  આ ધર્મસભામાં ઠરાવ કરવામાં આવે તેવી લાગણી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ વ્યક્ત કરેલ છે.

મોરબીની પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગૌરક્ષકો ત્યાં હાજર રહેવાના છે ત્યારે આ ઘર્મ સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ  હાજર રહેવાના છે જેથી કરીને પ્રજાની લાગણી અને માંગણી છે કે, ગુજરાત સરકાર વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે આ ઘર્મ સભામાં  જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ઠરાવ કરી મોરબીના ધારાસભ્ય પ્રજાની વચ્ચે કહે કે “હું આગામી વિધાનસભામાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ગોં હત્યા ઉપર પ્રતિબઘ મુકાવવા વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવીશ” તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.




Latest News