ટંકારા મુકામે ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ
SHARE
ટંકારા મુકામે ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ
મોરબી જિલ્લાના ટંકારા મુકામે તાજેતરમાં સેવા ભારતી સંલગ્ન ડો.હેડગેવાર સ્મારક સમિતિ(મોરબી શાખા) દ્વારા દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.ટંકારા તાલુકાના જરૂરિયાતમંદ લોકોને આ નિ:શુલ્ક મેડિકલ સહાય કેન્દ્રનો બહોળા પ્રમાણમાં લાભ મળશે.જરૂરિયાતમંદ લોકોએ ભુપતભાઈ કુકડિયા (મો.૯૯૭૯૦ ૦૦૩૩૪) તથા દીપકભાઈ વાઢેર (મો.૯૯૭૯૦ ૭૪૪૭૩) નો સંપર્ક કરવો.આ મેડિકલ સહાય કેન્દ્રની સફળતા માટે પ્રાંત સહ સેવા પ્રમુખ હસમુખભાઇ પટેલ, લાલજીભાઈ કુનપરા, સતીષભાઈ પટેલ, જીતુભાઈ લીખિયા તથા પરેશભાઈ ઢેઢીએ જહેમત ઉઠાવી હતી