વાંકાનેરની બજારોમાં જનમેદની ઉમટી - મોંઘવારી વચ્ચે પણ ખરીદી કરી
SHARE
વાંકાનેરની બજારોમાં જનમેદની ઉમટી - મોંઘવારી વચ્ચે પણ ખરીદી કરી
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ મુખ્ય બજારોમાં જનમેદની ઉમટી પડી હતી, અને દિપાવલી તથા નૂતન વર્ષ નિમિતે ખરીદી કરી હતી.
આજરોજ પ્રકાશપર્વ દિપાવલીની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબી જીલ્લા નાં સૌથી મોટા વાંકાનેર તાલુકામાં જનમેદની ઉમટી પડી હતી, ખાસ કરીને સવારે ગ્રામીણ અને સાંજે શહેરીજનોથી મુખ્ય બજાર ઉભરાઈ હતી, કોરોના કાળમાં લાંબો સમય પસાર કર્યા બાદ હવે મહદઅંશે કોરોનામાંથી મુક્તિ મળી હોય તેવો અહેસાસ લોકોને થયો હતો, અનેક ચીજ વસ્તુઓ માં મોંઘવારી છતાં પોતાના બજેટ મુજબ સૌ કોઈ એ ખરીદી કરી હતી, જોકે આ સાલ ફટાકડાનાં અમુક મોટા ધંધાર્થીઓએ વ્યાજબી ભાવે ફટાકડા નું વેચાણ કરતા ગરીબ પરિવારો પણ પોતાના બાળકો માટે હોશ પૂર્વક ફટાકડાની ખરીદી કરી શક્યા હતાં, શહેરીજનોએ મોડી રાત સુધી ખરીદી કરી હતી, નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ મહિલાઓએ દીવડાં, તોરણ, રંગોળીથી ગૃહ સજાવટ કરી હતી, બાળકો પરિવારજનોએ ફટાકડા ફોડી લાંબા સમય બાદ કોરોના કાળનાં અંધકારમાંથી બહાર લઈ આવતાં એવા પ્રકાશ પર્વ દિપાવલીની ઉજવણી કરી હતી.