મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ
ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માહિનામાં પહેલા વરસાદના લીધે ખેતીના પાકમાં નુકસાન થયેલ છે અને આ નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, તેના માટે જરૂરી અરજી કરવા માટેની મુદત આગામી 31 મી તારીખ સુધીની આપવામાં આવેલ છે જેથી આ મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કૃષિમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.
હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદના લીધે ખેડૂતોને નુકશાન થયેલ છે અને નુકસાનીનું વળતર મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવા છે અને તે ફોર્મ ભરવા માટેનું કામ તા 25 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 31 સુધીમાં ખેડૂતોએ અરજી કરી દેવાની છે જો કે, દિવાળીનો તહેવાર હોય, સરકારી સાઈટોમાં વધુ લોડ પડવાના કારણે ફોર્મ ભરવામાં તકલીફ થાય તેવી શક્યતા છે જેથી કરીને ખેડૂતોના ફોર્મ ભરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અને 15 દિવસ સુધી ખેડૂતોને ફોર્મ ભરવાની મુદત આપવામાં આવે તેવી માંગ કરી છે.