મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નજીક કમ્પફર્ટ હોટલમાથી હાઇ પ્રોફાઇલ જુગાર ધામ પકડાયું: રાજકોટ-મોરબીના કુલ નવ શખ્સોની 63.15 લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE













મોરબી નજીક કમ્પફર્ટ હોટલમાથી હાઇ પ્રોફાઇલ જુગાર ધામ પકડાયું: રાજકોટ-મોરબીના કુલ નવ શખ્સોની 63.15 લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબી રાજકોટ હાઈવેએ આવેલ કમ્પફર્ટ હોટલમા જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં પ્લાસ્ટીકના કોઈન વડે તીન પત્તિનો જુગાર રમતા સાત શખ્સોને પકડવામાં આવેલ છે અને હોટલની બહાર ઊભી રાખવામા આવેલ ગાડીમાંથી 12 લાખની રોકડ કબ્જે કરીને કુલ નવ શખ્સોને પોલીસે રોકડ સહિતના મુદામાલ સાથે 63.15 લાખના મુદામાલ સાથે પકડવામાં આવેલ છે અને હાલમાં જે શખ્સોને જુગાર રમતા પકડવામાં આવેલ છે તેમાં રાજકોટ અને મોરબીના શખ્સોનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પોઈસ સ્ટેશનના પીઆઇ વાય.કે.ગોહિલ અને તેની ટીમ કોમ્બીંગ નાઈટ રાઉન્ડમા હતી ત્યારે પીઆઈને બાતમી મળી હતી કે, મોરબી રાજકોટ હાઈવેએ આવેલ કમ્પફર્ટ હોટલમા અલગ અલગ નામથી રૂમ ભાડેથી રાખી જુગાર રમે છે જેથી કરીને પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે રોકડ રૂપિયા હોટલ બહાર પડેલ સફેદ કલરની ફોર્ચુનર ગાડી નંબર જીજે 3 કેસી 1400 માં હતા અને જે બે વ્યક્તિ બેઠેલ હતી અને તેની પૂછપરછ કરવામાં આવતા તેને 12 લાખની રોકડ કાઢી આપી હતી અને ત્યાર બાદ કમ્પફર્ટ હોટલના નંબર 105 મા રેઈડ કરતા પ્લાસ્ટીકના કોઈન વડે તીન પત્તિનો જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા.

જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ (27) રહે. મા શક્તિવૈશાલી નગર-4, આમ્રપાલી ફાટક પાસે રાજકોટ (જુગાર રમવા માટે માણસોને લઈ આવેલ ડ્રાઈવર), ચીરાગ રસીકભાઈ ધામેચા (24) રહે. "માતૃકૃપાશેરી નંબર 1, ગાંધીગ્રામ રાજકોટ શહેર (જુગાર રમવા માટે માણસોને લઈ આવેલ ડ્રાઈવર તેમજ ગાડીમા બેસી રોકડ રકમ સાચવનાર), રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા (46) રહે. ખરેડી તાલુકો કાલાવડ, રવિ મસુખભાઈ પટેલ (32) રહે. એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ મોરબી, વિલભાઈ રાજીભાઈ પટેલ (43) રહે. તિરૂપતિ નગર સોસાયટી-1 રૈયા રોડ રાજકોટ, ભાસરભાઈ પ્રભુભાઈ પારેખ (50) રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજય રોડ, રાજકોટ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ (39) રહે. આરકે પાર્કની બાજુમા રાણી ટાવર પાછળ કાલાવડ રોડ રાજકોટ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર (49) રહે. શ્રીજી પાર્ક સોસાયટી સત્યસાંઈ રોડ રાજકોટ, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા (45) રહે. ઉમા પાર્ક સોસાયટી અવની રોડ મોરબીને પકડવામાં આવેલ છે અને આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે. ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને પકડવાનો બાકી છે.

હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેની પાસેથી 12 લાખની રોકડ, 50 લાખની કિંમતની બે ટોયોટા કંપનીની ફોર્ચુનર ગાડી જેમાં જીજે જીજે 4 કેસી 1400 અને જીજે 3 એમએચ 7021 નો સમાવેશ થાય છે તે ઉપરાંત 8 મોબાઈલ ફોન જેની કિંમત 1.15 લાખ, અલગ કલર તથા અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટીકના 225 કોઈન આ કુલ મળીને પોલીસે સ્થળ ઉપરથી 63,15,000 નો મુદામાલ કબજે કરેલ છે અને આ કામગીરી ટંકારાના પીઆઇ વાય.કે.ગોહિલ  તેમજ સ્ટાફના મહિપતસિંહ હરીસિંહ, સાહીદભાઈ સિદ્દીકી, દશરથસિંહ ધનશ્યામસિંહ, કૃષ્ણસિંહ પૃથ્વીરાજસિંહ, બીપીનકુમાર અમરસીભાઈ અને સોયેબભાઈ ગુલામભાઈએ કરી હતી






Latest News