મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર


SHARE









માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્

કંડલા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારીના પુલથી માળિયા તરફ આવવાના રસ્તા ઉપર દેવ સોલ્ટ નજીક રોડ સાઈડમાં બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં ટ્રાવેલ્સની બસ અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં બસની અંદર બેઠેલ યુવાનને આંખ, નાક અને જડબાના ભાગે મલ્ટીપલ ફેક્ર જેવી ઇજા થઈ હતી અને અન્ય મુસાફરોને પણ નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટમાં આવેલ જીવરાજ પાર્ક બ્લોસમ સીટીની બાજુમાં અંબિકા ટાઉનશિપ ખાતે રહેતા નીરજભાઈ અરવિંદભાઈ હદવાણી (31)એ હાલમાં ટ્રાવેલ્સ બસ નંબર જીજે 3 એ ડબલ્યુ 9980 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર સુરજબારી પુલથી માળિયા તરફ આવવાના રસ્તા ઉપર દેવ સોલ્ટની સામેના ભાગમાં રોડ સાઈડમાં આડસ અને રિફેક્ટર મૂકીને બંધ હાલતમાં ટ્રક નંબર જીજે 37 ટી 1545 ઊભો હતો જેની પાછળના ભાગમાં ટ્રાવેલ્સ બસના ચાલકે તેની બસ અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને આંખ, નાક અને જડબાના ભાગે મલ્ટિપલ ફેક્ર જેવી ઈજા થયેલ છે આ ઉપરાંત બસમાં બેઠેલા પેસેન્જર હરવીજયસિંહ ગોહિલને આંખના ભાગે તથા વાસના ભાગે જાઓ થઈ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

મોરબી જિલ્લા મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે પાર્થ હોટલમાં એસઓજીની ટિમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે હોટલના મેનેજર દ્વારા પથિક સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ ન કરીને રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય હાલમાં હોટલના મેનેજર સૂરવીરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણ રહે. ઘૂટું ગામની સીમ પાર્થ હોટલ મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

120 લિટર દેશી દારૂ ઝડપાયો

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મુસ્કાનબેન અબ્બાસભાઈ કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 120 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મુસ્કાનબેન અબ્બસભાઈ કટિયા રહે. માળીયા વનાળિયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News