મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત


SHARE









મોરબીના ગાળા ગામે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબીના ગાળા ગામે આવેલ સિરામિક યુનિટમાં ત્રીજા માળે લેબર કોલોનીની બાલ્કનીમાં ફોન ઉપર વાત કરતાં કરતાં ચાલી રહેલ યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો જેથી તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાલમોહનભાઇ રતનાકરભાઇ નાયક જાતે આદીવાસી (ઉ.વ-૪૬) ધંધો મજુરી રહે.હાલ ગાળા ગામની સીમમાં સોલોગ્રેસ સીરામીકના લેબર ક્વાટરમાં તા.જી.મોરબી મુળ રહે.કુંદરબીસડા તાજશીપુર જી.મયુરભંજ ઓરીસ્સા વાળાએ જાણ કરી હતી કે તેનો પિતરાઇ ભાઇ મંગુલતાભાઇ ત્રીનાથભાઇ નાયક જાતે આદીવાસી (ઉ.વ.૨૧) રહે.હાલ ગાળા ગામની સીમ સોલોગ્રેસ સીરામીકના લેબર ક્વાટરમાં તા.જી.મોરબી મુળ રહે.કુંદરબીસડા તા.જશીપુર જી.મયુરભંજ ઓરીસ્સા વાળો ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સિરામીકના લેબર ક્વાટરમાં ગેલેરીમાં ચાલતાં ચાલતાં ફોનમાં વાત કરતો હતો જે દરમ્યાનમાં તે ત્રીજા માળેથી નિચે પડી જતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ નાયકનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે તપાસ હાથ ધરેલ છે.




Latest News